જામનગર મોર્નિંગ - જામનગર તા.02 : જીલ્લા પોલીસ અધિક્ષકનાઓની સુચના અને એલ.સી.બી પો.ઇન્સ . શ્રી કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં નાસતા - ફરતા તેમજ પેરોલ ફર્લો ફરાર આરોપી તથા પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ . નિર્મળસિંહ જાડેજા રાજેશભાઈ સુવા, સલીમભાઇ નોયડા ને મળેલ હકીકત આધારે રેઇડ કરતા ૧૫૯૦૦ / ના મુદામાલ સાથે નીચે જણાવેલ નામવાળા ઇસમોને જુગાર રમતા દી.પ્લોટ -૫૮ પાણીના ટાંકા પાસે જાહેર રોડ ઉપર થી પકડી પાડેલ છે , ( ૧ ) શૈલેષ જેન્તીભાઇ મંગે જાતે કચ્છીભાનુશાળી ઉ.વ ૩૦ ધંધો ભંગારનો રહે દી.પ્લોટ ૪૯ જલેશ્વર વસ્તુ ભંડારની બાજુમાં ગરબી ચોક ટીંબો જામનગર ( ૨ ) વસંત મંગલદાસ ભદ્રા જાતે કચ્છી ભાનુશાળી ઉ.વ ૩૩ ધંધો ભંગારનો રહે દી.પ્લોટ ૫૮ ડો.નિત્યાનંદ ના દવાખાનાની બાજુમાં જલેશ્વરી કુપા જામનગર ફરારી ( 3 પ્રફુલ ઉર્ફે મમરી જગદીશભાઇ ભદ્રા રહે જામનગર ( ૪ ) વિમલ મથુરાદાસ માવ રહે દી.પ્લોટ ૫૮ જામનગર ઉપરોકત આરોપીને ધોરણ સર અટક કરી આગળની કાર્યવાહીં સારૂ જામનગર સીટી એ ડીવી પો.સ્ટે સોપી આપેલ છે.

આ કામગીરીમાં પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો . હેડ કોન્સ . ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , સલીમભાઈ નોયડા , કાસમભાઈ બ્લોચ , મેહુલભાઈ ગઢવી , નિર્મળસિંહ જાડેજા , ભરતભાઈ ડાંગર , રાજેશભાઈ સુવા , ગીરીરાજસિંહ જાડેજા તથા પો . કોન્સ , ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓ કરેલ છે .