• રહેણાંક વિસ્તાર હોવાથી રોડમાં ખોદકામ થયેલ હોવાથી સ્થાનિક લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે.

જામનગર મોર્નિંગ - જામનગર તા.12 : શહેરના ગુલાબનગર વિસ્તારના વિભાપર મસ્જિદ રોડ જે સીસી રોડ આવેલ છે તે રોડમાં મહાનગર પાલિકા દ્વારા પાણીની પાઇપ લાઈન નાખવા માટે 4 મહિના પહેલા બ્રેકર મશીનથી રોડ ખોદીને તોડી નાખ્યો છે. રોડની વચ્ચે જ ખોદકામ કરેલ હોવાથી એ રોડ પરથી પસાર થવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

વિભાપર મસ્જિદ રોડ રહેઠાણ વિસ્તાર છે વિકાસના કામો થાય એમાં લોકો ને જ ફાયદો છે પણ કામગીરીમાં થોડી વિવેક બુદ્ધિ પણ હોવી જરૂરી છે જે જેટલું કામ અઠવાડિયા દસ દિવસમાં થઇ શકે તેટલું આગોતરું આયોજન હોય ત્યાં સુધી વાંધો ના આવે પણ એથી વધારે જોઈએ તો પાણીની પાઇપ લાઈન નાખવા માટે મુખ્ય રોડ તોડી નાખવામાં આવે અને 4-4 મહિના સુધી પાઇપ લાઈન ના પડે તે કેટલું વ્યાજબી જેમ જરૂર પડે એમ કામ આગળ વધાડવું જોઈએ તેમ સ્થાનિક રહેવાશીઓએ જણાવ્યું હતું અને તેમણે મહાનગર પાલિકામાં આ અંગે ઓનલાઇન ફરિયાદ કરતાં તેમાં પણ કોઈ કારણ આપ્યા વિના ફરિયાદ બંધ કરી દીધી હતી.


તૂટેલા રોડના હિસાબે વાહન પસાર થાય ત્યારે અકસ્માતનો ભય રહે છે હમણાં થોડા દિવસો પહેલા જ એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાળકને વાગ્યું હતું. જેથી તાકીદે આ સમસ્યાનો અંત આવે કામગીરી પૂર્ણ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.