જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના સંચાણામાં આજે સવારથી એટીએસની ટીમોનું આગમન થયું છે અને ડ્રગ્સ પ્રકરણમાં જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો અને તેની સાથે ઘણા આરોપીઓને ઝડપવામાં આવ્યા છે, ત્યાર બાદ એટીએસ અને જુદી જુદી પોલીસ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, અને અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જયારે ઘણા આરોપીઓને મુંબઈથી પણ ઝડપી લેવામાં આવ્યા છે, અને ગુપ્ત ઓપરેશનો પાર પાડી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં સફળતા મળી હતી. ત્યારે આજે સવારથી જામનગર જિલ્લાના સચાણામાં એટીએસની ટીમે ખાનગીરાહે તપાસ હાથ ધરી અને ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સો સાથે સચાણાના કોઈ શખ્સની સંડોવણી છે કે નહીં? તે દિશામાં તપાસ ચાલવાઈ રહી છે.    

સચાણાના જુદા જુદા વિસ્તારોમાં એટીએસની ટીમ અને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, આ દરમિયાન કોઈની સંડોવણી ખુલ્લે છે કે નહીં? તે તપાસના અંતે જ જાણવા મળશે.