જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા. 06 : ખંભાળીયા હાઇવે પર આવેલા અશોક વાટિકા પાસે રહેણાંક વિસ્તારમાં કોઈ કારણોસર ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો આ સિલન્ડર એટલું મોટા ધડાકા સાથે તૂટ્યું હતું કે મકાનમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. આ ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં તિલક પરીયાર, પ્રકાશ પરીયાર અને મયુરસિંહ વાઢેર આ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તત્કાલ 108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ત્રણેય લોકો રાધે ગ્રાન્ડ હોટલમાં નોકરી કરતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
0 Comments
Post a Comment