જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેર-જિલ્લામાંથી 38 પોલીસ કર્મચારીઓની જામનગર જિલ્લા પોલીસ વડા દ્રારા અરસ-પરસ બદલી કરવામાં આવી હતી.    

જામનગર શહેરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા અચાનક જામનગર જિલ્લાના 38 પોલીસ કર્મચારીઓની પોલીસ હેડક્વાટર ખાતે બદલી કરવામાં આવી હતી જેમાં સીટી સી ડિવીઝનમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેષભાઈ મકવાણા, એબસ્કોન્ડર સ્ક્વોડમાં ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ સિયારામસિંહ, મેહુલભાઈ ગઢવી, સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા મેહુલભાઈ વિસાણી, જામજોધપુરના ધર્મેન્દ્રસિંહ લાઠીયા, જોડીયાના દેવેન્દ્રસિંહ જાડેજા, લાલપુરના બળભદ્રસિંહ જાડેજા, પંચ એના શૈલેન્દ્રસિંહ જાડેજા, કાલાવડ ટાઉનમાં ફરજ બજાવતા રણજીતસિંહ જાડેજા, મેઘપરના કરણસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ કંચવા, સિક્કાના જયરાજસિંહ જાડેજા, સીટી બીમાં ફરજ બજાવતા રોહીતપરી ગોસાઈ, દેવેનભાઈ ત્રિવેદી, સીટી એના સાજીદભાઈ બેલીમ, તેજલબેન વકાતર, સીટી સીના રીનાબા વાઘેલા, પંચ એમાં ફરજ બજાવતા પુષ્પાબેન ગોહીલ, કાલાવડ ટાઉનમાં ફરજ બજવતાં શાંતિબેન જોગલ, જામજોધપુરથી ચાંદનીબેન ટાંક, સીટી એમાંથી શાકિરા નોયડા અને કાલાવડ ટાઉનમાંથી નરેશભાઈ ઢૂંગાની પોલીસ હેડક્વાટર ખાતે બદલી કરવામાં આવી છે. 

જયારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાખા સોઢીયાની શેઠવડાળા બદલી કરવામાં આવી હતી, પોલીસ હેડક્વાટરમાં ફરજ બજાવતા પુજાબેન મૈયડની મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી, લાલપુરમાં ફરજ બજાવતા દેવજીભાઈ બારની એમ.ટી. વિભાગમાં બદલી કરવામાં આવી હતી, બેડી મરીનમાં ફરજ બજાવતા નિર્મળસિંહ રાઠોડની મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી, ધ્રોલમાંથી ભારતીબેન ચાવડાની જોડીયા બદલી કરવામાં આવી હતી, ધ્રોલમાંથી યુવરાજસિંહ ગોહિલની લાલપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી, શેઠવડાળાથી જયદીપ ડાંગરની જામજોધપુર અને નવલભાઈ આસાણીની કાલાવડ ટાઉન ખાતે બદલી કરવામાં આવી હતી, પોલીસ હેડક્વાટરથી જીજ્ઞાબા કેર તેમજ હેતલબેન પરમારની મીસીંગ સ્ક્વોડ જામનગર ખાતે બદલી કરવામાં આવી હતી, સીટી બીમાં ફરજ બજાવતા રવિ કરંગીયાની રીડર શાખા ખાતે બદલી કરવામાં આવી હતી, સીટી એ ડીવીઝનમાંથી અનિરુધ્ધસિંહ જાડેજાની કાલાવડ ટાઉનમાં બદલી કરવામાં આવી હતી અને પોલીસ હેડક્વાટરથી વિજયભાઈ જાંબુડીયાની સીટી સી ડિવીઝનમાં બદલી કરવામાં આવી હતી અને કાલાવડ ગ્રામ્યમાંથી લક્ષ્મીબા જાડેજાની કાલાવડ ટાઉન ખાતે બદલી કરવામાં આવી હતી.