જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના દરેડ મસીતીયા રોડ પરથી એક શખ્સને બિલ વગરના આધાર પુરાવા નહીં મળી આવતા 10 નંગ મોબાઈલ ફોન અને 2 નંગ ટીવી સાથે ધરપકડ કરી પંચ બી ડીવીઝન દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

જામનગર જિલ્લાના દરેડ ગામ મસીતીયા રોડ આલ્ફા સ્કુલની સામે ખોલીમાં રહેતો મુળ ગાજીયાબાદનો રહેવાસી આસીફ યુનુસભાઈ અંસારી નામના શખ્સને પંચ બી ડીવીઝનના પીએસઆઈ જે.ડી. પરમારની સુચનાથી હરદેવસિંહ જાડેજાએ બાતમીના આધારે ચોરી કે છળકપટથી મેળવેલ બિલ આધાર પુરાવા વગરના 10 નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. 21,000 તેમજ તેમજ 2 નંગ એલસીડી કિંમત રૂ. 10,000 કુલ રૂ. 31,000નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીએસઆઈ જે.ડી. પરમાર, એમ.એલ. જાડેજા, નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.