• મંત્રીશ્રી દ્વારા સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક તેમજ કલેક્ટર કચેરી ખાતે મીટિંગનું આયોજન


જામનગર તા.૦૬ મે,આવતીકાલ તા.૦૭ મે શનિવાર થી તા.૦૮ મે રવિવાર સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૦૭ ના રોજ બપોરે ૧૨:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી અટલ ભવન જામનગર ખાતે અને ૦૧:૦૦ થી ૦૪:૩૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. ત્યારબાદ ૪:૩૦ કલાકથી ૦૬:૦૦ કલાક સુધી કલેકટરશ્રી સાથે જિલ્લા મેહસુલી પ્રશ્નો બાબતે બેઠક યોજશે. તેમજ અન્ય સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે