જામનગર મોર્નિંગ - ભાણવડ તા.30 : દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક ત્રણ પાટીયા પાસે આજે બપોરના સમયે ભાણવડના નામાંકિત વકીલ ગિરધરભાઈ વાઘેલાના પુત્ર પૃથ્વીરાજ જયારે ભાણવડના આંગડિયા માંથી રૂપિયા નવ લાખ રોકડા ઉપાડીને વેરાડ ગામ પોતાના પેટ્રોલ પંપ જતા હતા એ દરમિયાન ભાણવડ થી 5-6 કિમિ દૂર ત્રણ પાટીયા પાસે મોટર સાઇકલ પર આવેલા ત્રણ બુકાનીધારીઓ છરીની અણીએ પોતાની પાસે રહેલ રૂપિયા નવ લાખનો થેલો લઇ અને મોટરની ચાવી પણ લઈને રફુચક્કર થઇ ગયા છે આવી વાર્તાની જાણ પોલીસમાં કરતા એલ. સી. બી. એસ. ઓ. જી. અને સ્થાનિક પોલીસએ સાથે મળીને જીલ્લા ભરમાં નાકાબંધી કરીને સઘન તપાસ હાથ ધરી હતી બપોરના 1 વાગ્યાં ના બનાવ થી રાત્રે 9-10 વાગ્યાં સુધી પોલીસએ અલગ અલગ દિશામાં તપાસ કર્યા બાદ ફરિયાદી પર જ પોલીસને આ બનાવ ઉપજાવી કાઢેલ હોવાની શંકા જતા ઊંડી પૂછપરછ કરતાં ફરિયાદી પોતે કબૂલ્યો હતો કે આવો બનાવ બન્યો ના હતો ફક્ત આ બનાવ વાર્તા સ્વરૂપે ઉપજાવી કાઢ્યો હતો.

બપોરથી રાત્રી સુધી પોલીસને અલગ અલગ દિશામાં દોડાવ્યા, ભાણવડ અને આજુબાજુના વિસ્તારમાં લોકોને બનાવ થી ચિંતાતુર બનાવ્યા બાદ પોતે સ્ટોરી ઉભી કરવાનું કબ્લ્યુ છે.