જામનગર મોર્નિંગ - લાલપુર : રવિવારના રાત્રે એક મહિલાને પ્રસુતિની પીડા શરૂ થતા લાલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રથી જામનગર 108 મારફત રીફર કરાઈ રહ્યા હતા એ દરમિયાન વધુ પીડા ઉપડતા તેમને રસ્તામાં જ 108 માં સફળતા પૂર્વક પ્રસુતિ કરાવાઈ હતી. જેથી મહિલાએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો જેમાં ઇએમટી તરીકે કલ્પેશ કંટારીયા તથા પાઇલોટમાં અરજણભાઈ રાડા હતા.