એક શખ્સ ફરાર: રૂ. 73,000નો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેર તેમજ જામજોધપુરમાંથી ચાર શખ્સને 146 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 73,000ના મુદામાલ સાથે એક શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.  

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ નવાગામ ઘેડ, સિધ્ધેશ્વર સોસાયટી શેરી નંબર 2માં રહેતો પંકજ મનસુખભાઈ પરમાર નામના શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની 118 નંગ બોટલ કિંમત રૂ. 59000 રાખેલ હોય તેવી બાતમી સીટી બી ડીવીઝન પોલીસના રવિરાજસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાને બાતમી મળતા દરોડો પાડી ઝડપી લઈ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ કે.જે. ભોયે, પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના હિતેશભાઈ ચાવડા, રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, ,સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ સાગઠીયા અને મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. 

જયારે બીજા દરોડામાં સત્યમ કોલોની અન્ડર બ્રીજ પાસે રેલવેના પાટા પાસે બાવળની ઝાળીમાં રાખેલ ઈંગ્લીશ દારૂની 24 નંગ બોટલ કિંમત રૂ. 12000 રાખેલ હોય તેવી બાતમી સીટી સી પોલીસને મળતા ચિરાગ મનોજભાઈ નારવાણી નામના શખ્સને ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો 58 દિ. પ્લોટમાં રહેતા સાગર ચાંદ્રા નામના શખ્સ પાસેથી લીધો હોય તેથી તેની શોધખોળ હાથ ધરી હતી.   

ત્રીજા દરોડામાં જામનગર શહેરમાં આવેલ ઈન્દીરા સોસાયટી શેરી નંબર 7માં રહેતો હાર્દિક ઉર્ફે લીલી અરવિંદભાઈ ગંજેરીયા નામના શખ્સને પોતાના રહેણાંક મકાનમાંથી 2 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 1000 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. 

ચોથા દરોડામાં જામજોધપુરમાં બાલવા ફાટક પાસેથી સતીષ કપિલભાઈ રાજદેવ નામના શખ્સને બે નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 1000 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.