એલસીબી-સ્થાનીક પોલીસ દ્વારા કાર્યવાહી: બે શખ્સ ફરાર: રૂ. 45 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેર-જિલ્લામાંથી એલસીબી તથા સ્થાનીક પોલીસે ઈંગ્લીશ દારૂની 23 બોટલ સાથે છ શખ્સને રૂ. 45,800ના મુદામાલ સાથે ઝડપી લઈ બે સપ્લાયરના નામ ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ દિ. પ્લોટ 58માં પરાગ એપાર્ટમેન્ટ પાસે રોડ પર મહેન્દ્ર અશોકભાઈ મંગી નામનો શખ્સ 11 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 4400 લઈને ઉભો હોય તેવી બાતમી જામનગર એલસીબીને મળતા જીજે 10 ડીસી 7780 કિંમત રૂ. 30,000 અને એક નંગ ફોન કિંમત રૂ. 5000 કુલ મળી રૂ. 39,400નો મુદામાલ કબ્જે કરી ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો પ્રણામી ટાઉનશીપ, રણજીત સાગર રોડ પર રહેતો જયેશ કિશોરભાઈ ચાંદ્રા પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા જયેશને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

જયારે જામનગર શહેરમાં આવેલ શંકર ટેકરી ઉધોગનગર, રમેશ કેનેરી કોમ્પ્લેક્ષ શેરી નંબર 2, બીજો માળ એમ.ડી. પ્લાસ્ટીક નામના કારખાનામાં દિપક નાથાલાલ પરમાર (રહે. શંકર ટેકરી સિધ્ધાર્થ કોલોની), હરપાલસિંહ ભરતસિંહ ઝાલા (રહે. મોટા ટીંબડા તા. લીમડી જી. સુરેન્દ્રનગર)  અને શૈલેષ મુકેશભાઈ રાઠોડ (રહે. શંકર ટેકરી, શાસ્ત્રીનગર) નામના ત્રણ શખ્સને સીટી સી ડીવીઝન પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની 9 નંગ બોટલ કિંમત રૂ. 4500સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

તેમજ જોડીયા તાલુકાના બાદનપર ગામના પાટીયા પાસેથી વિરલ પ્રફુલભાઈ કાનાણી (રહે. જોડીયા ચારધામ ચોકમાં) નામનો બે શખ્સ ઈંગ્લીશ દારૂની બે નંગ બોટલ કિંમત રૂ. 1400 સાથે ઝડપાઈ જતા પુછપરછ હાથ ધરતા આ દારૂ સુનીલ ભગવાનજી કાલાવડીયા (રહે. ધ્રોલ) નામના શખ્સ પાસેથી લીધો હોય જેથી તેને ફરાર જાહેર કરી જોડીયા પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

અને દરેડ જીઆઈડીસી ફેસ-3 ગૌશાળા સર્કલ પાસેથી નયન મનસુખભાઈ ચૌહાણ નામના શખ્સને પંચ બી ડીવીઝન પોલીસે ઈંગ્લીશ દારૂની એક નંગ કિંમત રૂ. 500 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.