જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા

ખંભાળિયા તાલુકાના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નોનો ઉકેલ અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના જ વિસ્તારમાં મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ખંભાળિયા નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ 4 જૂનના સવારના 9 વાગ્યાથી યોગ કેન્દ્રનગરપાલિકા ગાર્ડન ખાતે યોજાશે. જેમાં ખંભાળિયા નગરપાલિકાના તમામ વોર્ડનો સમાવેશ થશે.

આ ઉપરાંત 4 જૂનના સલાયા નગરપાલિકાનો કાર્યક્રમ નગરપાલિકા કોમ્યુનિટી હોલડી.વી.નગરસલાયા ખાતે સવારે  9 વાગ્યાથી  યોજાશે જેમાં  સલાયા નગરપાલિકાના તમામ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને કોઠા વિસોત્રી પ્રાથમિક શાળા ખાતે સવારે 9 વાગ્યાથી ખંભાળિયા ગ્રામ્યનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે જેમાં હર્ષદપુરહરીપર,કબર વિસોત્રીસોડસલાપરોડીયાગોઈંજકાલાવડસીમાણીચુડેશ્વરકુવાડિયાસામોર,કોઠા વિસોત્રીઉગમણા બારાદખણા બારાવચલા બારા અને આથમણા બારાનો સમાવેશ થશે. 

આ સેવા સેતુ કાર્યક્રમમાં સવારના 9:00 થી 11:00 દરમિયાન અરજીઓ સ્વીકારવામાં આવશે અને બાદમાં તેના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મામલતદાર કચેરીખંભાળિયાની યાદીમાં જણાવાયું છે.