એશીયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય તૈયાર થઈ રહ્યું છે ત્યારે જામનગર 40 ચીત્તા દક્ષિણ આફ્રિકાથી આવ્યા

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર નજીક રિલાયન્સ દ્વારા એશીયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં દક્ષિણ આફ્રિકાથી 40 જેટલા ચીત્તાઓ ખાસ વિમાનમાં અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી જામનગર ખાતે ખાસ ટ્રેલરમાં ખસેડવામાં આવ્યા હતા. હવે આ પ્રાણી સંગ્રહાલયમાં સિંહો સાથે ચીત્તાઓ પણ હાજર રહેશે.

અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બુધવારે રાત્રે ચીત્તાઓના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી દ. આફ્રિકાના મોરકોથી આવેલી આ ફલાઈટમાં ખાસ કાર્ગોમાં 40 જેટલા ચીત્તાઓ લવાયા હતા. આ તમામ પ્રાણીઓનું કસ્ટમ અને ઈમીગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ અમદાવાદથી આ પ્લેન ખાસ જામનગર મોડીરાત્રે પહોંચ્યું હતું જ્યાં સંરક્ષણ વિભાગની ખાસ પરવાનગીથી વિમાને જામનગર એરપોર્ટે લેન્ડીંગ કર્યું હતું અને ત્યાંથી સ્પેશિયલ ટ્રેલરમાં ચીત્તાઓને સહી સલામત પ્રાણી સંગ્રાહલય ખાતે લઈ જવામાં આવ્યા હતા.

જામનગરમાં એશીયાના સૌથી મોટા સંગ્રહાલય માટે પ્રાણી લવાયા, મળતી માહિતી પ્રમાણે દક્ષિણ આફ્રિકાના મોરક્કોથી 18 મેના અંદાજે 95 જેટલા પ્રાણીઓ લવાયા ત્યારે વધુ 40 ચિતા બુધવારે લાવવામાં આવ્યા.