જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરમાં આવેલ ખીજડીયા બાયપાસ પાસેથી એક શખ્સને જામનગર એસઓજીએ 54 ગ્રામ એમડી કિમંત રૂ. 5.50 લાખ સાથે ઝડપી લઈ બે શખ્સના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગતો મુજબ જામનગર શહેરમાં રાજકોટથી શબીર ઈકબાલ વાઘેર નામનો શખ્સ 54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિમંત રૂ. 5,40,000 લઈને આવવાનો હોય તેવી બાતમી જામનગર એસઓજીના દિનેશભાઈ સાગઠીયાને મળતા ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી ઝડપી લઈ કુલ રૂ. 5,50,300નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ડ્રગ્સ અમદાવાદના આદિલે જામનગર રહેતા સમીર બશરને પહોંચાડવા કહ્યું હોય તે બંને શખ્સોને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહી ઈન્ચાર્જ પી.આઈ. કે. કે. ગોહિલ તથા સ્ટાફના ચન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ ઝાલા, હિતેષભાઈ ચાવડા, રાયદેભાઈ ગાગીયા, અરજણભાઈ કોડિયાતર, મયુદિનભાઈ સૈયદ, રમેશભાઈ ચાવડા, શોભરાજસિંહ જાડેજા, સંદીપભાઈ ચુડાસમા, અનિરુદ્ધસિંહ ઝાલા, હર્ષદભાઈ ડોરીયા, રાજેશભાઈ મકવાણા, રવિભાઈ બુજડ, સોયબભાઈ મકવા, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢીયા, અનિરુદ્ધસિંહ  જાડેજા અને સહદેવસિંહ ચૌહાણ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.