સોના-ચાંદી સહિત રૂ. 3,39,850નો મુદામાલ કબ્જે

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આંતર રાજ્ય આરોપી અલગ અલગ 68 ગુનામાં સંડોવાયેલ હોય તેને રાજસ્થાનના પાલી વિસ્તારમાંથી જામનગર સીટી સી ડીવીઝન પોલીસે ઝડપી લઈ પુછપરછમાં મહારાષ્ટ્રના પોલીસ કેદી જાપ્તામાંથી પણ ફરાર હોય તે આરોપીને ઝડપી લઈ રૂ. 3.39 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં સીટી સી ડીવીઝન વિસ્તારમાં અલગ-અલગ ઘરફોડ ચોરી તેમજ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પીઆઈ કે.એલ. ગાધે અને ઇન્ચાર્જ પીઆઈ પી.પી. ઝાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.એલ. ઓડેદરા અને પીએસઆઈ આર.ડી. ગોહીલએ બે ટીમ બનાવી અંદાજે છ મહિનાથી આરોપી સેર્વેલન્સ પર હોય અને છ મહીનાથી આરોપીની ટેકનીકલ એનાલીસીસના આધારે મુવમેન્ટ ઉપર વોચ રાખતા હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્કોવડના રવીભાઈ શર્મા અને વિજયભાઈ કાનાણીને બાતમી મળેલ કે આરોપી રાજસ્થાનના પાલીમાં એસ.ડી.એમ. કચેરી ખાતે આવવાનો હોય તે દરમ્યાન રાહુલ ઉર્ફે પંડિતસિંહ બાદલ ઉર્ફે ધરમસિંહ બંજારાને ઝડપી લઈ નામદાર કોર્ટમાંથી પાંચ દિવસના રીમાન્ડ મેળવી રીમાન્ડ પરના આરોપીને મેળવી લઈ અલગ-અલગ વિસ્તારમાંથી ચોરી કરેલ રૂ. 3,39,850નો મુદામાલ રીકવરી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


પુછપરછ જાણવા મળી વિગત મુજબ આરોપી દિવસ દરમ્યાન જામનગર શહેરના વિસ્તારની રેકી કરી બંધ ટેનામેન્ટ જોઈ આવી શું આરોપીઓ સાથે અનેક જગ્યાએથી મોટરસાયકલ અને ઘરફોડ ચોરી કરતા હોય અને ચોરી કરવાનો સમય રાત્રીના ત્રણ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા દરમ્યાન આચરતા હોય અને શિયાળીની ઋતુમાં ચોરી કરતા હોવાની કબુલાત આપી છે. તેમજ આરોપી મહારાષ્ટ્રના ગુનામાં પોલીસના કેદી જાપ્તામાંથી પણ ફરાર હોવાનું ખુલ્યું હતું.  

આ કાર્યવાહી પીઆઈ કે.એલ. ગાધે, ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ઝા તથા ડી સ્ટાફ પીએસઆઈ આર.એલ. ઓડેદરા, ઉધોગ ચોકી પીએસઆઈ આર.ડી. ગોહીલ તથા સ્ટાફના જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, પ્રવીણભાઈ ખોલા, ફૈઝલભાઈ ચાવડા, રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી, વિજયભાઈ કારેણા, હિતેન્દ્રસિંહ જાડેજા અને ખીમશીભાઈ ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.