જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર પંચેશ્વર ટાવર પાસે આવેલ ગાંધી સોડા સોપમાંથી નશાકારક કેફી પીણુંની 93 નંગ બોટલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ ગાંધી સોડા સોપમાંથી નશાકારક કેફી પીણું મળે છે તેવી બાતમી એસઓજીના શોભરાજસિંહ જાડેજાને મળતા પીઆઈ આર.વી. વીંછી સાહેબના માર્ગદર્શન હેઠળ દરોડો પાડી KALMEGHASAVA ASAVA ARISHTA નામની 18 નંગ બોટલ તેમજ STONEARISHTHA ASAVA ARISHTA નામની 75 નંગ બોટલ કુલ મળી રૂ. 13932નો મુદામાલ કબ્જે કરે સીટી એ માં સોંપી જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.