જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેરમાં આવાસ કોલોની પાસેથી બે તેમજ ત્રણ દરવાજા પાસેથી એક કુલ મળી ત્રણ નંગ મોટરસાયકલ સાથે બે શખ્સને જે તે ડીવીઝનના સ્ટાફે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.   


મળતી વીગત મુજબ જામનગર શહેરમાં આવેલ દિગજામ સર્કલ અંધ્ધશ્રમ પાસે આવાસ કોલોની પાસેથી ચોરાઉ મોટરસાયકલ સાથે શખ્સ નીકળવાનો હોય તેવી બાતમી સીટી સી ડીવીઝનના વિજયભાઈ કાનાણી, ખીમશીભાઈ ડાંગર અને વિજયભાઈ કારેણાને મળતા મહેન્દ્ર ઉર્ફે મયુર પ્રકાશભાઈ મહીડા (ઉ.વ. 18) (રહે. આવાસ કોલોની) નામના શખ્સને જીજે 10 એજી 7053 અને જીજે 10 એક્યુ 6831 કુલ બે નંગ ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


આ કાર્યવાહી પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફના ફેજલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી ખીમશીભાઈ ડાંગર, વિજયભાઈ કારેણા, મહેન્દ્રસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.      


જયારે બીજા દરોડામાં જામનગર શહેરમાં આવેલ ત્રણ દરવાજા પાસેથી જીજે 25 એડી 0664 નંબરનું ચોરાઉ જ્યુપીટર બાઈક લઈને નીકળવાનો હોય તેવી બાતમી સીટી બી ડીવીઝનના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને હિતેશભાઈ સાગઠીયાને મળતા મહમદહુશેન જુસબભાઈ ગજીયા (રહે. વાઘેરવાડો, મોટા આશાપુરા મંદીર સામે)  નામના શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


આ કાર્યવાહી પીઆઈ કે.જે. ભોયે, પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના હિતેશભાઈ ચાવડા, મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ સાગઠીયા અને મનહરસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.