માલધારી મહાપંચાયત ગુજરાતમાં માલધારી સમાજના વિવિધ મુદ્દાઓ લઈને આંદોલન ચલાવી રહી છે. જેમાં ખાસ કરીને હમણાં થોડા સમય પહેલા પશુ માટે લાઇસન્સ ફરિજયાત કરવાનો નિર્ણય કરાયો હતો એની સામે ગુજરાત ભરમાં ઉગ્ર આંદોલન કરીને એ કાયદો સરકારે પાસે મોકૂફ રખાવ્યો હતો. આ સિવાય માલધારી સમાજના પ્રાણ પ્રશ્નો ગૌચર અને વાડાઓ માટે પણ આંદોલન ચલાવાઈ રહ્યા છે. માલધારી મહાપંચાયતના સ્થાપક રાધનપુરના વર્તમાન ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ છે.

માલધારી મહાપંચાયતના દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા કન્વીનર તરીકે કારાભાઇ ચાવડાની નિમણુંક કરવામાં આવી છે. કારાભાઇ માલધારી સમાજના પ્રશ્નોને લઈને સતત જાગૃત રહે છે અને ગૌચર માટે અનેક ઉપવાસ અને આંદોલન કર્યા છે.