જામનગર મોર્નિંગ - જામનગર 


કાલાવડ તાલુકાના નીકાવા ગામે મકાનનું બાંધકામ ચાલુ હોય અને કાર ચાલકે સાઈડમાં રાખવાનું કહેતા દંપતીએ યુવાનને માર મારી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના નીકાવા ગામે વિઠઠલઅદા ચોકમાં ગ્રામ પંચાયતની પાછળ રહેતા અવધેશ પ્રવીણભાઈ સુચક અને ભાગ્યલક્ષી અવધેશ સુચક નામના બંને આરોપીઓના ઘરનું કામ ચાલુ હોય અને મકાન બાંધકામનો સામાન રોડ પર પડ્યો હોય તે દરમ્યાન જયેશ ટીંબાભાઈ ટોયટા 

પોતાની કાર નંબર જીજે 10 ટીએક્સ 2285 લઈને બસ સ્ટેન્ડ પાસે જતા હોય રોડ પર સામાન પડેલ હોય તે સાઈડમાં રાખવાનું કહેતા અવધેશ અને ભાગ્યલક્ષી ઉશ્કેરાઈ જતા બોલાચાલી કરી અવધેશે લાકડાના ધોકા વડે માર મારી શરીરે ઢીંકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીએ પોલીસમાં જાણ કરતા પોલીસે બંને શખ્સો વિરુધ્ધ આઈપીસી કલમ 323,504, 506(2), 114,તથા જીપીએકટ 135(1) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.