જામનગર મોર્નિંગ - જામનગર 


ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા જણાવવામાં આવે છે કે આગામી તા.૨૬ જૂનના રોજ જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ મુજબના ચેકના કેસ, બેન્ક રિકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના (સમાધાનપાત્ર ન હોય તેવા) કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પેઅને એલાઉન્સીસ અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ જે ડીસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં પેન્ડિંગ હોય તેવા જ કેસ, અન્ય સિવિલ કેસ જેમાં ભાડુઆત સુખાધિકાર કેસ, મનાઈ હુકમના દાવા, સ્પેસિફિક પર્ફોર્મન્સ વગેરે બાબતો /કેસ માટેની રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આગામી તા.૨૬ જૂનના રોજ નાલસાના એક્શન પ્લાન મુજબ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગતઆ તમામ પેન્ડિંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ લાવવા માટે પોતાના વકીલ દ્વારા જે તે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તે કોર્ટને કેસો લોક અદાલતમાં મુકવા માટે સંપર્ક કરવાનું જણાવવમાં આવે છે. 

આવી લોક અદાલતોનો આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ઉપરોક્ત જણાવેલ પેન્ડિંગ કેસમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા માટે છે જેનાથી પક્ષકાર સમાધાનથી કેસોનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારોને ઝડપથી ન્યાય મળી શકે છે. લોક અદાલતના માધ્યમથી કેસોમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકસાની અને સમયની બચત પણ થાય છે. 

લોક અદાલત અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર ફોન નં. ૨૫૫૦૧૦૬ઉપર સંપર્ક કરી શકાશે. તેમજ દરેક જિલ્લા/ તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડિગ હોય તો તે જ જિલ્લા /તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જામનગર દ્વારા જાહેર જનતાને અપીલ છે.