રિસર્ચ દરમિયાન કોલોરેક્ટરલ કેન્સરની સારવારમાં  મળી સફળતા 

જામનગર મોર્નિંગ 


દુનિયામાં કોરોના જેવી મહામારીનો ઈલાજ શોધાઈ ચૂક્યો છે જેની વેક્સિનના નિયત સમયે ડોઝ લેવાથી આ બીમારીથી મૃત્યુને ટાળી શકાય છે પરંતુ અત્યારસુધી એચ.આઈ.વી. અને કેન્સરની સારવાર વૈજ્ઞાનિકો માટે એક કોયડા સમાન બની ગઈ છે.વર્ષોના પ્રયત્નો બાદ રિસર્ચ એક્સ્પર્ટ્સને આ અંગે સફળતા મળી હોવાનો અહેવાલ સામે આવ્યો છે.

ન્યૂ યોર્ક સ્થિત કેન્સર સેન્ટરમાં રિસર્ચ કરી રહેલી ટીમને કોલોરેક્ટલ કેન્સરની સારવાર કરવામાં સફળતા મળી છે. આ ડોક્ટરની ટીમ છેલ્લા એક વર્ષથી 18 પેશન્ટને એક ખાસ પ્રકારની દવા આપીને સારવાર કરી રહ્યા હતા. લગભગ એક વર્ષ સમયગાળા બાદ, આ પેશન્ટના રિપોર્ટ ચોંકવનારા આવ્યા હતા. આ બધા પેશન્ટમાં એન્ટીબોડી ડેવલોપ થઈ હતી અને તમામ પેશન્ટના શરીર કેન્સર રહિત જોવા મળ્યા હતા.

આ રિસર્ચ ટીમના  પ્રમુખ સભ્ય લુઈસ એ. ડાયઝનું કહેવું છે કે, આ એક અદભુત પરિણામ છે અગાઉ આ પ્રકારનું રિએક્શન જોવા મળ્યું નથી. અમને દવાઓના ક્લિનિકલ ટ્રાયલમાં સો ટકા સફળતા મળી છે અને આગળ આ અંગે વધુ રિસર્ચ કરવામાં આવશે. અમે એન્ડોસ્કોપી, PET સ્કેન , MRI`સહિતના બધા જ ટેસ્ટ કર્યા હતા પરંતુ 18 પેશન્ટમાં કેન્સરના એક પણ ચિન્હ જોવા મળ્યા ન હતા.