દશ હજારની વસ્તી સામે એક જ દવાખાનું અને તે પણ બંધ હાલત માં!: બિમાર દદીઁઓની હાલત કફોડી

જામનગર મોર્નિંગ - દ્વારકા (બુધાભા ભાટી) 


બેટ દ્વારકા નું સરકારી હોસ્પિટલ અવાર નવાર બંધ રહે છે. ડૉકટર કે સ્ટાફ કોઈ હાજર ન રહેતા બેટની પ્રજામાં બિમાર લોકોની હાલત ખરાબ થાય છે. બેટ એક ટાપુ હોવાથી બિમાર વ્યકતિને લઈને ઓખા કે મીઠાપુર જવું પડે જેમા સમય અને વધુ નાણાની જરૂર પડે. ગરીબ જરૂરીઆતમંદ દદીઁઓ જાયેં તો જાયેં કહૉ ! જેવી સ્થિતિ. ગુરૂવારે તા.2નાં રોજ સવારથી સાંજ સુધી ડોકટર કે સ્ટાફ કોઈ ફરકયુ જ નથી અને અનેક દદીઁઓ રઝડતા રહ્યા હતા.  


બેટ ગ્રામજનોની માંગણી છે કે બેટ માં સરકારી દવાખાને કાયમી ડૉકટર અને સ્ટાફ હાજર રહેવા જોઈએ. પ્રજાનાં સ્વાસ્થયનો પ્રશ્ન હોય ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવવી અનેક સવાલો પેદા કરે છે. ગ્રામજનોમાં બેદરકારી સામે ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે.