જામનગર પંચ એ ડીવીઝન સેકેન્ડ પીએસઆઈ ઝડપાયા: દારૂ પીધેલાનો કેસ નહીં કરવા માંગી હતી લાંચ: બંને મિત્રો પાસેથી 50-50 હજાર મળી એક લાખની માંગી હતી લાંચ 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં પંચ એ ડીવીઝનમાં ફરજ બજાવતા સેકેન્ડ પીએસઆઈ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા, બે યુવાનો પર દારૂ પીધેલાનો કેસ નહીં કરવા મામલે અધિકારીએ 50 હજાર લાંચ સ્વીકારતા એસીબીએ રંગેહાથે ઝડપી લીધા હતા. 


મળતી વિગત મુજબ લાંચીયા અધિકારીઓ સામે એસીબી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઠેબા ચોકડી પાસે બે મિત્રો પોતાની કાર લઈને નીકળતા પોલીસે કાર રોકાવતા બંને યુવાન પીધેલા હોય અને પીધેલાનો કેસ નહીં કરવાના પંચ એ ડીવીઝનમાં ફરજ બજાવતા સેકેન્ડ પીએસઆઈ જે.કે. રાઠોડે બંને યુવાન પાસે 50-50 હજાર રૂપિયાની માંગણી કરી હતી ત્યારબાદ 50 હજારમાં નક્કી થતા યુવાનોએ 1064 એસીબીમાં જાણ કરતા ઠેબા ચોકડી પાસે એસીબીએ ટ્રેપ ગોઠવી ત્યારે પીએસઆઈ 50 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથે ઝડપાઈ જતા એસીબીએ આરોપી પીએસઆઈને કોવીડ રિપોર્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજી બાજુ જામનગરમાં લાંચીયા અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.