શહેરમાં થયેલ બે ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ. 88 ઉપરાંતનો મુદામાલ કબ્જે  

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં પાણાખાણ વિસ્તારમાં અને ઢીંચડા રોડ પર આવેલ રવિપાર્ક વિસ્તારમાં બે જગ્યાએ રૂ. 1.95 લાખ ઉપરાંતની મુદ્દામાલની ચોરી કરનાર નામચીન શખ્સને જામનગર એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઈ રૂ. 88 હજાર ઉપરત્નો મુદામાલ રિકવર કરી કાર્યવાહી કરી સીટી બી ડીવીઝનમાં સોંપી આપેલ છે.  

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા મોહમદ હાસમભાઈ થૈયમના રહેણાંક મકાનમાંમાંથી રાત્રીના સમયે ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂ. 90,000 તથા સોનાના દાગીના તેમજ મકાનમાંથી વિવો કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ. રૂ. 1,80,800ની ચોરી કરી લઈ જતા સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી તેમજ પંદર દીવસ પહેલા ઢીચડા રોડ પર આવેલ રવિપાર્કમાંથી મનોજ નારાયણભાઈ રાઠોડ પોતાના ઘરે સુતા હોય ત્યારે રાત્રીના સમયે પ્રવેશ કરી સેમસંગનો ફોન કિંમત રૂ. 15,000ની ચોરી કરી નાસી ગયો હોય તેની ફરિયાદ સીટી સી ડીવીઝનમાં નોંધાવી હતી. 

આ બનાવના આરોપીને શોધવા માટે એલસીબી ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહીલની સુચનાથી પીએસઆઈ  આર.બી.ગોજીયાના માર્ગડેશન હેઠળ સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, શિવભદ્રસિંહ જાડેજા અને ફિરોજભાઈ ખફીએ બાતમીના આધારે નામચીન શખ્સ હનીફ ઉર્ફે હનફો ચોર હુશેનભાઈ સન્ના (રહે. જોડીયા ભુંગા, ગુલાબશાપીરની દરગાહ સામે) મધપુર ભુંગા જતા રોડ પર રોકડ રકમ 66,950 તેમજ બે નંગ ફોન કુલ મળી રૂ. 88,950નો મુદામાલ લઈ ઉભો હોય તેવી બાતમી મળતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી સીટી બી ડીવીઝન પોલીસમાં સોંપી આપ્યો હતો. 

આ કાર્યવાહી ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહીલ, પીએસઆઈ આર.બી. ગોજીયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.