જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર પંચકોશી એ-ડીવીઝનના રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયેલા પીએસઆઇના ઘરે ઝડતી લેતા કંઇ મળ્યું ન હતું. પરંતુ તેનું લોકર હજુ ખોલવાનું બાકી છે. બીજી બાજુ પીએસઆઇને ત્રણ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.

જામનગર પંચકોશી એ-ડીવીઝનના પીએસઆઇ જે.કે.રાઠોડે મોટરકારમાં નિકળેલા બે મિત્રો પાસેથી દારૂનો કેસ ન કરવા માટે રૂ.1 લાખની માંગણી કરી હતી. જે રકઝકના અંતે 50000 માં નકકી થઇ હતી. જેમાં એસસીબીમાં ફરિયાદ થતાં ગત મોડી સાંજે ઠેબા ચોકડી પાસે પીએસઆઇ રૂ.50000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતાં.

જે બાદ રાજકોટ સ્થિત તેના નિવાસ સ્થાને જડતી લેવામાં આવી હતી. જેમાં કશું વાંધાજનક મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજુ તેનું લોકર ખોલવાનું બાકી હોય પોલીસે તે માટે તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ ઝડપાયેલા પીએસઆઇને ત્રણ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.