દ્વારકા એસઓજીએ ચાર શખ્સોની ધરપકડ કરી 

જામનગર મોર્નિંગ - દ્વારકા  (બુધાભા ભાટી) 


દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના શેઠવડાળા ગામે પુત્રે મરણજનાર પિતાના નામે પ્રાઇવેટ કંપનીના મેનેજર તથા એજન્ટ સાથે મળી વીમાનો ક્લેઈમ કરી કંપની સાથે લખો રૂપિયાની છેતરપીંડી કરતા દ્વારકા એસઓજીએ ચાર શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


મળતી વિગત મુજબ બુધવારે ખાનગી કંપનીના સીનીયર એક્ઝિક્યુટીવએ દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે મરણ જનાર વ્યક્તિના નામની પોલીસી ઉતરાવી ક્લેઈમ કરવામાં આવેલ હોય દ્વારકા એસઓજીએ તપાસ કરતા સ્વ. નાથાભાઈ ગીગાભાઈ ઓડેદરા વર્ષ 2011માં અવસાન પામ્યા હોય જેની તેમના પુત્ર મેરામણ નથુભાઈ ઓડેદરા અને વીમા કંપનીનો એજન્ટ અરજણ ભીખાભાઈ આંબલીયા અને જામનગર ખાતે રહેતો મેનેજર ઉમેશ નરશીભાઈ સંચાણીયા નામના ત્રણેય શખ્સએ સાથે મળી મારંજનારનો 2015માં રૂ. 3,82,000નો વીમો ઉતારેલ અને વર્ષ 2018માં ખોટો મરણનો દાખલો આપી ક્લેઈમ કરવામાં આવ્યો હતો, જેથી દ્વારકા એસઓજીને બાતમી મળતા આ ત્રણેય શખ્સોને ઝડપી લઈ મેનેજર તથા એજન્ટની પુછપરછ હાથ ધરતા બંને શખ્સોએ સ્વ. માલીબેન મશરીભાઈ ભોચીયાના નામનો 4.99 લાખનો વીમો તેમજ સ્વ. રવિકુમાર અરશીભાઈ બોદરના નામનો રૂ. 1.74 લાખનો વીમો ઉતારી ક્લેઈમ કરેલ હોય જેથી મશરીભાઈ ઉકાભાઈ ભોચીયાની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ પી.સી. સીંગરખીયા તથા સ્ટાફના હરદેવસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ભીખાભાઈ ગાગીયા, ઈરફાનભાઈ ખીરા, દિનેશભાઇ માડમ, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાઠોડ, પબુભાઈ માયાણી, ખેતશીભાઈ મુન અને વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.