જામનગર મોર્નિંગ - લાલપુર તાલુકાના ગોવાણા ગામની 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરીના અહેવાલ મળી રહ્યાં છે. યુવતીએ માતાના ઠપકાનું માઠુ લાગતા આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના લાલપુર તાલુકા ગોવાણા ગામમાં સીમ વિસ્તારમાં રહેતા ચેતનાબેન બચુભાઈ નનેરા ઉંમર વર્ષ 19 નામની યુવતીએ આત્મહત્યા કરી હતી. યુવતીને માતાએ મોડા ઉઠવા માટે ઢોર ઢાંખરનું કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું યુવતીને મનમાં લાગી આવતા ગત શનિવારે તારીખ 23 જૂલાઈના રોજ ઘરે ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું.
યુવતીની આત્મહત્યાની જાણ થતા પોલીસ કર્મચારી ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.