જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૫ : જામનગર થી સમાણાને જોડતા લાલપુર બાયપાસ પાસે કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ મેજર બ્રીજ બન્યો છે આ બ્રીજનું લોકાર્પણ ત્રણ દિવસ પહેલા જ મંત્રી રાઘવજીભાઈ પટેલ હસ્તે કરાયું હતું. જો કે લોકાર્પણના સમય ગાળા દરમિયાન જ સ્થાનિક સરપંચો અને નાગરિકોમાં કચવાટ ઉભો થયો હતો કે બ્રીજનું કામ બરાબર થયું નથી તેમજ ડીઝાઇનમાં પણ ખામી હોવા અંગેની ચર્ચા ઉઠી હતી.

 

બ્રીજના લોકાર્પણ થયાને ત્રીજા ચોથા દિવસે જ રાત્રીના સમયે એક મોટર કાર બ્રિજની સાઇડમાં આવેલ ફૂટપાથ પર ચડી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ના હતી પણ કારમાં ખાસ્સું નુકશાન પહોચ્યું હતું. ત્યારે સ્થાનિકોની આ વાત ને વધુ બળ મળ્યું છે કે બ્રીજના કામમાં અને ડીઝાઇન ફર્નીચરમાં ખામી છે. ત્યારે અહી એ વાત પણ જોવી જરૂરી છે જે લાખો અને કરોડોને ખર્ચે બનતા રોડ રસ્તા અને બ્રીજોમાં આવી બધી તકેદારી નિર્માણ વેળાએ કે એસ્ટીમેટ બનાવતી વખતે ઈજનેર દ્વારા રાખવી જરૂરી છે કામ નબળું કે બિન જરૂરી કામ થઇ ગયા બાદ ચર્ચા અને વિવાદ સિવાય વધુ કઈ ફાયદો મળતો નથી.