જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.24 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ ની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિરેન્દ્ર ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પાર્ટ એ ગુ.ર.નં .૧૧૧૮૫૦૦૩૨૨૦૮૪૦ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૦૨,૨૦૧ મુજબનો ગુન્હો તા .૨૨ / ૦૭ / ૨૦૨૨ ના કલાક ૧૬/૦૦ વાગ્યે જાહેર થયેલ હોય.આ કામના આરોપી ( ૧ ) રામદેભાઇ જીવણભાઇ ગોરાણીયા રહે.ગોરાણા , તા.કલ્યાણપુર ( ર ) કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયા રહે.ચંદ્રાવાડા , તા.કલ્યાણપુર વાળાઓને મર્ડર નો ભેદ ઉકેલી ગણતરીની કલાકોમા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .
આ ગુન્હાની હકીકત એવી છે કે , ફરીયાદી ભુમીબેન વા / ઓફ પરબતભાઇ ગોરાણીયા તે ડો/ઓફ સામતભાઇ નાગાભાઇ મોઢવાડીયા રહે.હાલ પોરબંદર વાળાએ પોતાની ફરીયાદમા જાહેર કરેલ કે મરણજનાર પોતાના માતા સુમરીબેન વા / ઓફ સામતભાઇ નાગાભાઇ મોઢવાડીયા રહે.ચંદ્રાવાડા ગામ વાળા તા -૨૦ / ૦૭ / ૨૦૨૨ ના રોજ ચંદ્રાવાડા ગામે પોતાના ઘરે રાત્રીના ગુજરી ગયેલ હોવાના સમાચાર મળતા પોતે માતાના ઘરે આવતા કુંટુબી જનોએ ફરીયાદીની માતા મરણજનારનુ મોત હાર્ટ એટેકથી થયેલનુ જણાવી આ મરણજનારની લાશનુ મોઢુ પણ સરખુ નહી બતાવી જલદીથી અંગ્નિસંસ્કારની વિધી ચંદ્રાવાડા ગામે નહી કરી પરંતુ પોરબંદર સ્માશાન ઘાટે થોડા માણસો થી કરાવી નાખેલ , મરણજનારના મોત ની હકિકત છુપાવેલનુ ફરીયાદીને જણાતા ફરીયાદીએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમા પોતાના માતાના મોત બાબતે શંકા વ્યક્ત કરતા તે બાબતે ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરી આ દિશામા તપાસ કરતા બનાવ ખુનનો બનેલ હોય , ફરીયાદીની વીશેષ પુછપરછ કરતા પોતાના માતાનુ ખુન થયાની શંકા કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયા રહે.ચંદ્રાવાડા , બાલુભાઇ નાગાભાઇ મોઢવાડીયા રહે.ચંદ્રાવાડા , અરજણભાઇ જીવણભાઇ ગોરાણીયા રહે ગોરાણા ગામ , અરસીભાઇ જીવણભાઇ ગોરાણીયા રહે ગોરાણા રામદેભાઇ જીવણભાઇ ગોરાણીયા રહે.ગોરાણા વાળાઓ ઉપર હોવા ની ફરીયાદ જાહેર કરેલ હોય , આ બનાવ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિરેન્દ્ર ચૌધરી સાહેબ , નાઓના સતત માર્ગદશન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એફ.બી.ગગનીયા ની ટીમ તથા દેવભૂમિ દ્વારકા એલ.સી.બી પોલીસ સબ ઇન્સપેક્ટર બી.એમ.દેવમુરારી તથા ટીમ અલગ અલગ દીશામા તપાસના ચક્રો ગતીમાન કરી તપાસ હાથ ધરવામા આવેલ , તપાસ દરમ્યાન પો.સબ.ઇન્સ એફ.બી.ગગનીયા તથા એ.એસ.આઇ દામજીભાઇ નકુમ ને ચોક્કસ ખાનગી રાહે હકીકત મળેલ કે મરણજનાર નુ ખુનમા રામદેભાઇ જીવણભાઇ ગોરાણીયા તથા કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયા ની સંડોવણી હોવાની હકિકત મળતા , સદર ગુન્હો ગુચવણભર્યો હોય અલગ અલગ દીશામાં ઉંડાણપૂર્વક તપાસ કરી ગુન્હા વાળી જગ્યાનુ એફ.એસ.એલ અધિકારી ડો.એ.જે.આંનદ સાહેબ ની ટીમની મદદ લઇ સાયન્ટીફીક પુરાવાઓ એકત્રીત કરી આ ગુન્હામા સંડોવાયેલ આરોપી રામદેભાઇ જીવણભાઇ ગોરાણીયા તથા કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયા ને ઝડપી લઇ વૈજ્ઞાનીક ઢબે પુછપરછ કરતા , મરણજનાર સુમરીબેન ના ચારીત્ર ઉપર શક થતા આરોપી રામદેભાઇ જીવણભાઇ ગોરાણીયા રહે.ગોરાણા ગામ વાળા મરણજનારના સગાભાઇએ તા -૨૦ / ૦૭ / ૨૦૨૨ ના રોજ રાત્રીના મરણજનાર નિદ્રાધીન અવસ્થામા હોય ત્યારે માથા મા લોખંડના સળીયાથી જીવલેણ ઘા મારી ખુન નીપજાવી નાશી ગયેલ હોય અને આરોપી કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયા રહે ચંદ્રાવાડા ગામ વાળા મરણજનારના સગા જેઠે આ ખુન થયાની કોઇને જાણના થાય તે સારૂ બનાવ વાળી જગ્યાએથી ખુન થયાના નીશાનો હટાવી મરણજનારના પેહરેલ કપડા , પથ્થારીના ગોદળા , ગાદલુ સગેવગે કરી પુરાવાઓનો નાશ કરી મરણજનારનુ મોત હાર્ટએટેકથી થયેલનું જણાવી મરણજનારની લાશની અંતીમ વિધી જલદીથી કરાવી મરણજનારનુ ખુન થયાની હકિકત છુપાવી ગુન્હો કરેલ હોય , આ ગુન્હાના આરોપીઓ રામદેભાઇ જીવણભાઇ ગોરાણીયા તથા કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયાને ગુન્હાના કામે હસ્તગત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .
કામગીરી કરનાર ટીમ . I / C પો.ઇન્સ . પી.સી.શીંગરખીયા એલ.સી.બી દેવભુમિ દ્રારકા , એફ.બી.ગગનીયા પો.સબ.ઇન્સ કલ્યાણપુર પોલીસ સ્ટેશન , બી.એમ.દેવમુરારી પો.સબ.ઇન્સ , એલ.સી.બી દેવભુમિ દ્વારકા પો.સબ.ઇન્સ એસ.કે.બારડ , એ.એસ.આઇ.ડી.એસ.નકુમ કલ્યાણપુર પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટાફ , કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ કામગીરીમાં રહેલ.
0 Comments
Post a Comment