જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૪ : જામનગર શહેર ધીરે ધીરે ઢોરવાડો બનતું જતું હોય એમ જાહેર માર્ગો, ચોક સ્થાનો પાર્કિંગ, ખુલ્લા મેદાનો પર જ્યાં જુઓ ત્યાં ઢોરના અઠીન્ગા જામેલા જોવા મળે છે. શહેરમાં રખડતા ઢોરએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે અનેકના ભોગ પણ લીધા છે. છતાં પણ રખડતા ઢોરનો કાયમી ઉકેલ તંત્રને મળતો નથી.

  

રખડતા ઢોરના ત્રાસના અવારનવાર બનતા બનાવો વચ્ચે આજે જામનગરમાં ઢોર ની ઢીકે પરપ્રાંતીય મહીલા ઈજાગ્રસ્ત થઇ છે. મનુદેવી પ્રવિણસિંગ ઉંમર ૩૪ ને ગાયે ઢીક મારી જમીન પર પટકી અને માથે પગ મૂકી કચડી પેટ કમર અને પગ ના ભાગે ઇજાઓ પહોચાડી છે ઇજાગ્રસ્ત મહિલા ને હાલ જી.જી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી છે. મૂળ બિહારના અને હાલ જામનગરના યોગેશ્વર ધામ ઢીંચડા ખાતે રહેતા પ્રવીણભાઈ તેમની પત્ની સાથે શાકમાર્કેટ નજીક શાક બકાલુ લેવા આવેલ હોય તે દરમિયાન ૧૦/૧૨  જેટલી ગાયઓનું ઝૂંડ ઉભ હતું એમાં થી એક ગાયે મહિલાને ઢીકે મારી જમની પર પટકી હતી અને સ્થાનિક લોકો દ્વારા મહિલા ને બચાવવા ઘણી મહેનત કરી મહિલા ને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.