જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૪ : જામનગરના ભૂતિયા બંગલા પાસેના ખાડામાં પાણી ભરાયેલ છે તે ખાડા માંથી એક યુવકનો મૃત દેહ મળી આવ્યો હતો મૃત દેહ બહાર કાઢીને તેમની ઓળખ કરતા તે યુવક જામનગર પટેલ કોલોની શેરી નંબર – ૧૦-૧૧ વચ્ચેના શિવમ પ્લાઝમા રહેતા પ્રેમ દીપકભાઈ થાવરાણી ઉ.વ.૨૨ હોવાનું સામે આવ્યું હતું. 

ખાડા માંથી મળી આવેલ મૃત દેહ અકસ્માતે મૃત્યુ નીપજ્યું છે આત્મહત્યા છે કે પછી હત્યા છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરશે. આમ ભૂતિયા બંગલાના ખાડાપાસેથી મૃત દેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.