જામનગર મોર્નિંગ – ખંભાળીયા તા.૨૪ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના અનેક ગામોના ગૌવંસમાં લમ્પી વાયરસનો રોગચાળો જોવા મળી રહ્યો છે આ રોગચાળાથી પશુપાલક , ગૌ સેવકો અને સરકાર પણ ચિંતિત છે. આ રોગચાળાથી પશુધનના મરણનો આકડો પણ ચોકાવનારો સામે આવી રહ્યો છે. 

આ રોગથી ગૌવંશને બચાવી શકાય અને સલામત રાખી શકાય તેવા હેતુથી ખંભાળીયાના વ્રજ ફાઉન્ડેશન અને એનિમલ કેર ગૃપ દ્વારા ગોઈંજ, હરીપર, ધરમપુર, હર્ષદપુર, રામનગર, દાતા, કોઠા વિસોત્રી, ગાગા, માંઝા અને બેહ સહિતના ગામોમાં ૩૨૦૦ જેટલા ગૌવંશને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવ્યું છે અને હજુ આ રસીકરણ અવિરત ચાલુ હોવાનું જણાવ્યું છે.