જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૫ : જામનગર શહેરમાં દિન પ્રતિદિન ઘરફોડ ચોરી અને દુકાનોમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે તે પર અંકુશ લાવવા અને ગુનાઓના મૂળ સુધી પહોચવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ એન . ઝાલા તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.જે.જલુ ના માર્ગદશન મુજબ સીટી એ ડીવી . પો.સ્ટે . ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સબ.ઇન્સ . એમ.વી.મોઢવાડીયા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ તા .૨૫/૦૭/ ૨૦૨૨ ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ . મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડને તેમના અંગત બાતમીદારોથી હકિકત મળેલ હોય કે જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે . ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૨૧૨૦૦ ઈપીકો કલમ ૩૮૦,૪૫૭ ના કામે ચોરીમાં ગયેલ મુદામાલ સુફરના બાચકામા ભરી બાચકા સાથે બે ઇસમો ઓશવાળ હોસ્પીટલ થી ખંભાળીયાના નાક્કા વચ્ચે આવેલ અંબીકા બેકરી પાસે આટા ફેરા મારે છે જેમાંથી એક ઇસમે શરીરે પીળા કલરનો કાળી પ્રીન્ટેડ વાળો શર્ટ તથા ગ્રે કલરનુ પેન્ટ પહેરેલ છે અને વાળ ભુરા કરાવેલ છે તથા બીજા ઇસમે આછા બ્લુ કલરનો લાઇનીંગ વાળો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે અને માથે ટોપી પહેરેલ છે અને બન્નેના હાથમાં એક - એક સુફરનુ બાચકુ છે તે બાબતે વોચમા હતા દરમ્યાન આરોપી કમલેશ હરીશભાઇ રાઠોડ જાતે મારવાડી ઉવ .૨૦ ધંધો . ભંગારની ફેરી રહે . રણજીતસાગર રોડ મારવાડીવાસ જોગણી માતાજીના મંદિર પાસે ઝુપડામાં જામનગર તથા કાયદાથી સંઘર્ષિત કિશોર મળી આવેલ હોય મજકુર બન્ને પાસે રહેલ સુફરના બાચકા ચેક કરતા તેમા પીતળના સીએનજી કિટના ફીલીંગવાલ્વ તથા ટેન્કવાલ્વ મળી કુલ વાલ્વ નંગ .૧૩૦ મળી આવતા જેની આશરે કિ.રૂ -૧,૦૪૦૦૦ / - ની ગણી જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે . ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૨૧૨૦૦ ઈપીકો કલમ ૩૮૦,૪૫૭ ના મુદામાલ તરીકે કબ્જે કરી ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે .

 

આ કામગીરી પો.ઇન્સ . એમ.જે.જલુ તથા પો.હેડ.કોન્સ. એમ.વી.મોઢવાડીયા સહિતની ટીમ દ્રારા કરવામાં આવેલ છે .