• અંદરથી આગ કોણ ચાંપી રહ્યું છે ? આ વખતે સામાજિક આંદોલનના બદલે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે !


મોર્નિંગ એક્સ્કલ્યુંઝીવ

ભરત હુણ

 

જામનગર મોર્નિંગ – ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ જેમ નજીક આવે તેમ અલગ–અલગ આંદોલન વેગ પકડે છે. ગત વિધાનસભાની ચુંટણી – ૨૦૧૭ દરમિયાન પાટીદાર અનામત આંદોલન, ઠાકોર સમાજનું આંદોલન આ સિવાય પણ સવર્ણ સમાજના દલિત સમાજ સહીત લગભગ મોટા ભાગની સમાજના પોતાની માંગો સાથેના આંદોલન વિરોધ પ્રદર્શન થયા હતા અને એનો સામનો કરવામાં સત્તાધારી પક્ષને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે અમુક આંદોલનતો બિલકુલ રાજકીય પ્રેરિત હતા. 

ત્યારે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી ચાલુ વર્ષે આવી રહી છે હવે ચુંટણી આડે ૩-૪ મહિનાઓ સમય માંડ રહ્યો છે ત્યાં જ ફરી આંદોલનઓ વેગ પકડી રહ્યા છે. આ વખતે સામાજિક આંદોલનના બદલે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે જેમાં આરોગ્ય કર્મચારીઓ , પંચાયત તલાટીઓ અચોકસ મુદ્દતની હડતાળ પર છે જેનું નિરાકરણ હજુ સરકાર લાવી નથી. પોલીસ પણ ગ્રેડ પે ની માંગ સાથે સોસીયલ મેડિયા પર ઝુંબેશ ચલાવી હતી જેના ભાગ રૂપે તેમને વાર્ષિક ૫૫૦ કરોડનું ભંડોળ એલાઉન્સ રૂપે મળ્યું. 

ગુજરાત સરકાર દ્વારા પોલીસને એલાઉન્સમાં વધારો કરાતા તેમનું આંદોલન શાંત પડયું પણ આરોગ્ય કર્મીઓ અને પંચાયત તલાટીઓની માંગ હજુ એમનામ છે ત્યાજ વધુમાં વન વિભાગના કર્મીઓ વણ રક્ષક અને વનપાલ આગામી તારીખ ૨૩/૦૮ થી અચોકસ મુદતની હડતાળ પર ઉતરી રહ્યા છે. તેમની માંગો ગ્રેડ પે ને લઈને છે તેઓની માંગણી મુજબ વનરક્ષકને ૨૮૦૦ ગ્રેડ પે અને વનપાલને ૪૪૦૦ ગ્રેડ પે મળવો જોઈએ.