• પાણીની ટાંકીમાં મૃત ગરોળી જોવા મળી મહિનાઓ સુધી સફાઈનો અભાવ

જામનગર મોર્નિંગ - જામનગર તા.21 : સિક્કા સ્થિત દિગ્વિજય સિમેન્ટ કંપની કમળ સિમેન્ટ બનાવી રહી છે જે સિમેન્ટ કંપનીમાં દરરોજની આશરે 200 જેટલી ટ્રકો લાઇમ સ્ટોન મટીરીયલ ભરીને કંપનીમાં આવતા હોય છે. ત્યારે કંપનીમાં તે ટ્રક અનલોડિંગ કરવાનાં વારામાં બેસતા ડ્રાઈવરો માટે વેઇટિંગ યાર્ડ બનાવવામાં આવેલ તેમાં પાણીની ટાંકી આવેલ છે જે ટ્રક ડ્રાઇવરો પોતાની ટ્રક પ્રતીક્ષામાં રાખીને બેઠા હોય ત્યારે ત્યાં ટાંકીમાં પીવાનું પાણી હોય તે ટાંકી શંકાસ્પદ લાગતા ડ્રાઈવરોએ ચકાસણી કરતાં પાણીની ટાંકીમાં અંદર મૃત ગરોળીઓ પડી હતી અને પાણી પણ એકદમ ગંદુ દુષિત જોવા મળ્યું હતું જે પાણીની ટાંકી મહિનાઓ સુધી સાફ ના થતી હોય તેવું દેખાઈ આવ્યું હતું.

અહીં દરરોજના 200 થી વધારે ટ્રક ડ્રાઈવરો પાણી પિતા હોય છે ત્યારે કંપની વ્યવસ્થાપકએ આ બાબતે તાકીદે યોગ્ય સાફસફાઈ થાય તેની તકેદારી રાખવી જોઈએ.