રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ, ભાઈઓ-બહેનો, યુવાનોને ઉપસ્થિત રહેવા જીતુભાઈ લાલ દ્વારા અનુરોધ

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ તથા લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના પિતાશ્રી સ્વ. હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) (માજી મંત્રી ગુજરાત રાજ્ય)ના પ્રેરણાથી રચાયેલ શ્રી હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૫-૧૦-૨૦૨૨ બુધવાર (વિજ્યાદશમી) ના રોજ ઓશવાળ સેન્ટર ખાતે હાલાર સર્વજ્ઞાાતિય 108 સમૂહ લગ્નોત્સવ આયોજીત કરવામાં આવેલ છે તેમાં સમગ્ર હાલાર વિભાગના અલગ - અલગ સમાજના ૧૦૮ યુગલો પ્રભુતામાં પગલા માંડશે. આ સર્વજ્ઞાાતિય સમૂહ લગ્નોત્સવના સુચારુ આયોજન માટે અને આ લગ્નોત્સવમાં વિવિધ સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, રાજકિય મહાનુભાવો, સંતો-મહંતો વિગેરે પણ ઉપસ્થિત થવાના હોય. સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે જામનગર શહેરના સમસ્ત લોહાણા સમાજની મિટિંગનું આયોજન તા. ૨૫-૯-૨૦૨૨ ને રવિવારના સાંજે ૭-૦૦ કલાકે સમૂહ લગ્નોત્સવ કાર્યાલય, કેઅર ઓફ : શ્રી એચ. જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ, ત્રણબત્તી ઝુલેલાલ મંદિર સામે રાખવામાં આવેલ છે.

આ સર્વજ્ઞાાતિય સમૂહ લગ્નોત્સવ લોહાણા સમાજના પ્રમુખના પરિવાર દ્વારા આયોજીત થયેલ હોય સમગ્ર સમાજ આ સમૂહ લગ્નોત્સવમાં યજમાન પદે જોડાઈને કાર્યક્રમને સફળ બનાવે તેવા શુભહેતુ સાથે યોજાયેલ ઉપરોક્ત મિટિંગમાં લોહાણા સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો, મહાજનના હોદેદારો, યુવા સંસ્થા,  મહિલા મંડળોના હોદેદારો, કમિટી મેમ્બરો તેમજ પ્રતિવર્ષ લોહાણા જ્ઞાાતિ સમૂહ ભોજનમાં સેવા આપતા સ્વયંસેવક (ભાઈઓ-બહેનો) યુવાનોને સમયસર ઉપસ્થિત થવા જીતુભાઈ લાલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

આ મિટિંગ પૂર્ણ થયે તમામ માટે ભોજન સમારંભ પણ રાખવામાં આવેલ છે.