• ઘી, વર્તુ -2 અને સિંહણ ડેમ ચાલુ વર્ષે બીજી વખત ઓવરફ્લો થયા છે.


મોર્નિંગ Exclusive
ભરત હુણ

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.13 : ચાલુ વર્ષે સારા વરસાદના લીધે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી પુરૂ પાડતા  કુલ 15 ડેમો પૈકીના 13 ડેમો ઓવરફ્લો થયા છે જેમાના અનેક ડેમો એકથી વધારે વખત ઓવરફ્લો થયા છે.


દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચાલુ વર્ષે સમયસર સારો વરસાદ થતા ખેડૂતો સહીત દરેક વર્ગમાં ઉમંગ જોવા મળે છે. જીલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી પુરૂ પાડતા કુલ 15 ડેમો જેમાં વર્તુ - 2 સિંચાઈ યોજના, સાની સિંચાઈ યોજના, વેરાડી -1 સિંચાઈ યોજના, વેરાડી - 2 સિંચાઈ યોજના, મીણસાર સિંચાઈ યોજના, વર્તુ - 1 સિંચાઈ યોજના, કબરકા સિંચાઈ યોજના, સોનમતી સિંચાઈ યોજના, શેઢાભાડથરી સિંચાઈ યોજના, ઘી સિંચાઈ યોજના, ગઢકી સિંચાઈ યોજના, સિંધણી સિંચાઈ યોજના, કંડોરણા સિંચાઈ યોજના, મહાદેવિયા સિંચાઈ યોજના અને સિંહણ નાની સિંચાઈ યોજના આ 15 પૈકીના 13 ડેમો ઓવરફ્લો થયા છે અને બાકીના રહેતા 2 માં સાની ડેમનું નવીનીકરણનું કામ શરૂ હોવાથી તેમાં પણીનો સંગ્રહ કરી શકાતો નથી અને કંડોરણા નાની સિંચાઈ યોજના જે દરવાજા વિનાનો નાનો ડેમ છે જે પણ 91% જેટલો ભરાઈ ગયેલ છે આ બે ડેમ સિવાયના તમામ ડેમો ભરાઈને છલી વળતા ખેડૂતોને હૈયે હેત વરસ્યા છે.