જામનગર મોર્નિંગ - જામનગર 


 જામનગર શહેરમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી આચરતા બે શખ્સને મુદામાલ સાથે ગણતરીના દિવસમાં સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ થોડા દિવસો પહેલા જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલ અંબિકા સ્વીટ નામની દુકાને જવા માટે ફરિયાદી રીક્ષામાં બેઠેલ ત્યાર બાદ રીક્ષામાં બેસેલા અન્ય મુસાફરોએ નજર ચુકવી ફરિયાદીના ખિસ્સામાંથી રૂ. 27,500 ચોરી કરી લેતાં ફરિયાદીએ સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.


ત્યાર બાદ સીટી બી ડીવીઝન પોલીસે બનાવ સ્થળની મુલાકાત લઈ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જીજે 10 ટી. ડબલ્યુ. 7403 નંબરની રીક્ષામાં ફરિયાદીને બેસાડતા હોય તેવું સીસીટીવી કેમેરામાં નજરે પડતાં પોકેટ કૉપની મદદથી બાતમીના આધારે આરોપી શખ્સો ડીકેવી સર્કલ થી શરૂ સેકશન રોડ પર મિત્ર સાથે ચોરી કરવાની પેરવીમાં આંટાફેરા કરે છે ત્યારે જોગસ પાર્ક પાસેથી ખોડીયાર કોલોનીમાં રહેતો સુરજ કમલ પરમાર અને દરેડ બાયપાસ પાસે રહેતો શૈલેષ ઉર્ફે સંજય ગોવિંદ વાઘેલા નામના શખ્સને ઝડપી લઈ ચોરીમાં ગયેલ રકમ તથા રીક્ષા સહિત રૂ. 77,500નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પી.આઈ. કે. જે. ભોંયે, પીએસઆઈ ડી. એસ. વાઢેર તથા સ્ટાફના હિતેશભાઈ ચાવડા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, વિપુલભાઈ ગઢવી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.