જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.21 : પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ સાહેબ રાજકોટ વિભાગ -રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાડેય સાહેબ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા બની રહે તેમજ વિવિધ પ્રકારના ગુન્હાઓ આચરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી પી.સી. સીંગરખીયા ઇન્ચા પોલીસ ઇન્સપેક્ટર , એસ.ઓ.જી , દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને ગઇ તા .૨૦ / ૦૯ / ૨૦૨૨ રોજ એસ.ઓ.જી દેવભૂમિ દ્વારકાના એ.એસ.આઇ. હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા , પોલીસ હેડ કોન્સટેબલ , નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ , પોલીસ કોન્સ . મહાવિરસિંહ બળવતસિંહ ગોહીલ , પોલીસ લોકરક્ષક , વિજયસિંહ ઘેલુભા જાડેજા , પબુભાઇ નાથાભાઇ માયાણી , કરણકુમાર દેવશીભાઇ સોંદરવા , દિનેશભાઇ દેવશીભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફ ગુપ્ત કામગીરી સબબ સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પોલીસ કોન્સટેબલ મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ તથા પબુભાઇ નાથાભાઇ માયાણીને સંયુક્ત રાહે ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ હોય કે સલાયામાં રહેતા અને માછીમારી કરતા સદામ હુસેન હાસમ ગાધ નામનો વ્યક્તી પોતાના અંગત ફાયદા માટે વેરાવળ ખાતેથી નાની ફાઇબર બોટની ખરીદી કરી અને આ ખરીદી કરેલ ફાઇબર બોટને મોટી બોટ બનાવી , બોટનુ રજીસ્ટ્રેશન કરાવવુ ન પડે તે માટે સલાયામાં જ રહેતા મામદ હાસમ ભાયા પાસેથી માછીમારી બોટ " ગરીબી " ના કાગળો ગેરકાયદેસર ખરીદ કરી મેળવી અને પોતાની રજીસ્ટ્રેશન વગરની માછીમારી બોટમાં આ કાગળોનો ગેરકાયદેસર ઉપયોગ કરી છેલ્લા દસ માસથી માછીમારી કરે છે અને હાલ આ બોટ સાલાયા બંદરના કાઠા ઉપર લાંગરેલ છે . આમ , હકીકત મળતા તુરત જ હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતા ઉપરોક્ત હકીકત મુજબની બોટ સાથે સંચાલક પણ હાજર મળી આવેલ જે બોટના કાગળો તથા બોટના માપ સાઇઝની ઉંડાણપુર્વક તપાસ કરતા સદરહુ માછીમારી બોટ મોટી સાઇઝની બોટ હોવાનુ જાહેર થયેલ તેમજ મજકુર બોટ સંચાલકની પુછપરછ દરમ્યાન પોતે ઉપરોક્ત હકીકત મુજબની કબુલાત આપેલ છે , જેથી ભારતીય ફોજદારી ધારો – ૧૮૬૦ ની કલમ ૪૬૫,૪૬૮,૪૭૧,૧૨૦ - બી મુજબ શ્રી સરકાર તરફે ફરીયાદ સાથેના પોલીસ કોન્સટેબલ મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ નાઓએ સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવેલ છે તેમજ આગળની વધુ તપાસ સલાયા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી રહેલ છે . પકડાયેલ આરોપીઓ - ( ૧) સદામહુસેન સાઓ હાસમભાઇ ગાઘ રહે કરાર પાડો સલાથા તા.જામ ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા ( 2 ) મામદ હાસમ ભાયા રહે.જામ સલાયા , તા.જામ ખંભાળીયા જિદેવભૂમિ દ્વારકા