જામનગર મોર્નિંગ - ખંભાળીયા : રામનગર ખંભાળિયા ૧૦૮ની ટીમે એક ગર્ભવતી મહિલા ને ગર્ભ નાળ બાળક ના ગાળામાં વિટાયેલ)પ્રસૂતિ કરાવી ઉત્તમ દાખલો બેસાડ્યો મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એકા એક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતાં મહિલાની 108 ની અંદર જ પ્રસુતિ કરવામાં આવી હતી જયારે બાળક ની ડીલેવરી સમયે તપાસ કરતા માલુમ પડેલ નાળ ગળામાં વીતાયેલ હોઈ છતાં સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળક નો જીવ બચાવીયો.

જેમાં માતાએ બાળક(દીકરી )ને જન્મ આપિયો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના નાના આસોતા ગામ માં રહેતા રાધુબેંન ને પ્રસુતિ પીડા વધી જતા 108 ને બોલાવવામાં આવી હતી જેને રામનગર ૧૦૮ની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર હાજર થઈ એ દરમિયાન ૧૦૮ના ઈ એમ ટી - દિનેશ જાડેજા અને પાયલોટ - ઇમ્તિયાઝ ભંડેરી દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી નવજાત બાળક(દીકરી )અને માતાને સારવાર આપી 108 દ્વારા ખંભાળિયા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારની 108 દ્વારા ફરી એકવાર સેવા મદદગાર થઈ છે જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 108 માત્ર નંબર નહિ જીવાદોરી