જામનગર મોર્નિંગ - દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી અને રાજસ્થાન સરકારને લઇ છેલ્લાં કેટલાંય દિવસથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આ બધાની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રીઅશોક ગેહલોત આજે સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ અશોક ગેહલોતે એલાન કર્યું કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં. તેઓએ આ બાબતે સોનિયા ગાંધીની માફી પણ માંગી.