300 સંદિગ્ધો રડાર પર: દેશભરમાં સીબીઆઈની મોટી કાર્યવાહી: સાયબર ફ્રોડને લઈને દેશમાં 105 ઠેકાણે દરોડા: 18 રાજ્યોમાં મોટાપાયે દરોડા: ઈન્ટરપોલ, એફબીઆઈ અને વિદેશી પોલીસની બાતમીને આધારે કાર્યવાહી

જામનગર મોર્નિંગ - દિલ્હી 


મોબાઈલ ટેકનોલોજીના યુગમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. સાયબર ગુનેગારોને આકરી ચેતવણી સમાન એક મોટી કાર્યવાહીમાં સીબીઆઈએ આજે 18 રાજ્યોમાં એકીસાથે 105 ઠેકાણે દરોડા પાડતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો. સીબીઆઈએ ઈન્ટરપોલ, એફબીઆઈ અને વિદેશી પોલીસની બાતમીને આધારે સાયબર ફ્રોડની સામે કાર્યવાહી આદરી છે.


ઓપરેશન ચક્ર અંતર્ગત સીબીઆઈએ 18 રાજ્યોમાં 105 ઠેકાણે દરોડા પાડ્યાં હતા. દિલ્હીમાં 5 જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત અંદમાન, પંજાબ, ચંદીગઢ રાજસ્થાનમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

ટોટલ 300 સંદિગ્ધ સાયબર ગુનેગારોની સીબીઆઈની રડાર પર છે. એટલે કે સીબીઆઈને આ 300 ગુનેગારો સાયબર ફ્રોડમાં સંકળાયેલા હોવાનો શક છે. જરુર પડે સીબીઆઈ પૂછપરછ અને ધરપકડ પણ કરશે.