એક શખ્સ ફરાર: કાર, મોબાઈલ સહિત રૂ. 3.59 લાખનો મુદામાલ કબ્જે

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના મેઘપર ગામના હાઈવે રોડ પરથી પોલીસે બાતમીના આધારે 108 નંગ ઈંગ્લિશ દારૂની બોટલ સાથે બે શખ્સને રૂ. 3,59,500ના મુદામાલ સાથે ઝડપી લઈ એક શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.


મળતી વિગતો મુજબ મેઘપર ગામના હાઈવે રોડ પર ક્રિશ્ના યુપી ઢાબા હોટલ સામે બે શખ્સ ઈંગ્લિશ દારૂ સાથે નીકળવાના હોય તેવી બાતમી મળતા પોલીસે જીજે13એએચ2551 નંબરની ઈકો કારને રોકી કરણ વશરામ યાદવ (રહે. ગાંધીનગર, જામનગર) અને પુનીત બિપીન દાણીધર (રહે. સાધના કોલોની, જામનગર) નામના બે શખ્સને 108 નંગ ઈંગ્લિશ દારૂ કિમંત રૂ. 54,000 તેમજ બે નંગ ફોન કિમંત રૂ. 5500 અને ઈકો કાર કિમંત રૂ. 3,00,000 કુલ મળી રૂ. 3,59,500ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ગિરિરાજસિંહ બલભદ્રસિંહ જાડેજા નામના શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.


આ કાર્યવાહી પીએસઆઈ વાય. બી. રાણા, જશપાલસિંહ જેઠવા, સુખદેવસિંહ જાડેજા, જીગ્નેશભાઈ વાળા, જયદેવસિંહ જાડેજા, અમિતભાઈ કાંબરીયા અને ઈન્દ્રજીતસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.