જામનગર મોર્નિંગ - રાવલ શહેરમાં વર્ષો જૂનો રાવલ- જામનગર એસ. ટી. બસ રૂટ વહેલી સવારનો ખૂબ ઉપયોગી રૂટ ચાલતો હતો પણ એસ. ટી. ડિવિઝન જામનગર એ શહેરી જનો નો રાવલ જામનગર એસ. ટી.રૂટ બદલીને કલ્યાણપુર ,રાવલ, નગડીયા,જામનગર આ રીતે આ રૂટ શરૂ કરી દીધો છે.

જુના રૂટ માં આરીતે બદલાવ કરી ને આ રૂટ શરુ કરી દીધો. આરીતે રૂટ લાંબો કરી દીધો તેથી સમય, વધી જાય છે. ગ્રામ્ય વિસ્તાર ના રસ્તા ઓ માં થઈ ને રૂટ લંબાવવવાથી સીંગલ પટી રસ્તા ઓમાં થઈ ને બસ નો રૂટ લંબાવતા રાવલ શહેરી જનો માં ખૂબ આક્રોશ છે.
આ નવા રૂટ માં રસ્તા ઓમાં પુર ના પાણી આવી જશે તોયે રૂટ ને અવરોધ ઉભો થશે. અને ગ્રામ્ય વિસ્તાર રોડ માં સામું વાહન ટ્રેકટર આવી જાય તો યે બસ ને સાંકડા રોડ માં અવરોધ ઉભો થાય છે. તેથી બસને સમય વધી જાય છે. અને મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. રાવલ જામનગર જુના રૂટ જેમાં મુખ્યત્વે બીમારદર્દીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓ વગેરે મુસાફરો સવાર ના રૂટ માં પ્રવાસ કરે છે પણ

આ રીતે રૂટ બદલી નાખતા દર્દી ઓમાં ,વિધાર્થી ઓમાં, વેપારીઓ જનો માં ખૂબ આક્રોશ છે. અને એસ. ટી. ડિવિઝન એ જુની રાવલ ખંભાળિયા એસ. ટી. રૂટ પણ સાવ બંધ કરી દીધેલ છે તે પણ શરૂ કરવા માંગ કરી છે.
એસ. ટી. ડિવિજનને જામનગર અનેખંભાળીયાના ગામડા ઓને જોડવા જ હોય તો નવી બીજી એસ. ટી. મૂકી ને ગામડા ઓનો રૂટ શરૂ કરી ગ્રામ્યવિસ્તાર ને વધુ લાભ આપી શકાય તેમ છે.
પણ જૂનો રૂટ વહેલી તકે રાવલ જામનગર શરૂ કરે તેવી રાવલ શહેરી જનો ની લોકમાંગણી છે.