જામનગર મોર્નિંગ - સુરત તા.16 : સુરત શહેરના મોટા ભાગળ વિસ્તારમાં આવેલી સી. કે. ક્રેકરસ નામની દુકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ છે. આ દુકાન રહેઠાણ વિસ્તારની નજીક હોવાથી આજુબાજુના લોકોમાં માં ચિંતાનો માહોલ.

આગની ઘટનાથી સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગના પાંચ ફાયર ફાઈટર આવીને આગ પર કાબુ મેળવવાનું પ્રયાસ કર્યો હતો આગ મોટા પ્રમાણમાં હોવાથી ધુમાડાના ગોટાને ગોટા દેખાઈ રહ્યા હતા.

લાંબી દહેશત બાદ ફાયર ફાઈટરએ આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે.