જામનગર મોર્નિંગ - જામનગર તા.18 : ગુજરાત સરકાર ના આદિજાતિ વિભાગ દ્વારા રબારી સમાજના 17551 કુટુંબોની અનુજનજાતિમાં ઓળખકરીને તેમને વિગત દર્શક કાર્ડ અગાઉ અપાયા હતા. જેના આધારે 2017 સુધી રબારી સમાજને જાતિ પ્રમાણપત્ર મળતાં હતા બાદમાં 2018 થી યેનકેન પ્રકારે સરકારે રબારી સમાજને જાતિ પ્રમાણપત્ર આપવાના બંધ કરી દીધા છે.

રબારી સમાજના 17551 પરિવારોની અગાઉ ઓળખ થયેલ છે તેમને જાતિ પ્રમાપત્ર મળે તે માંગને લઈને તા.09/09/2022 ના કેશોદના પાણીધ્રા ખાતે રબારી સમાજનું મહાસંમેલન મળ્યું હતું. જે સંમેલનના પ્રણેતા જીતુઆતા અને કણીરામ બાપુએ તા.30/09/2022 સુધીનું સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું છતાં સરકારએ રબારી સમાજના પ્રશ્નનું હલ કરેલ નથી.

જેથી ગુજરાતના સમગ્ર રબારી સમાજની માંગને ધ્યાને લઈને જામનગર વુલનમિલ રબારી સમાજ દ્વારા ગુજરાતની ભાજપ સરકાર વિરોધ બેનરો મારીને વિરોધ દર્શાવ્યો હતો અને આગામી દિવસોમાં જીતુઆતા અને કણીરામ બાપુ કહે તે પક્ષમાં 100% મતદાન કરવાનો નિર્ણય જામનગર વુલનમિલ રબારી સમાજ દ્વારા લેવાયો છે.