દશેરાના દિવસે આયોજિત ૧૦૮ લગ્નો માટેની તમામ વ્યવસ્થાઓ આપશે આખરી ઓપ

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરના શ્રી એચ. જે. લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વિજય દશમીના દિવસે હાલાર સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના ઓશવાળ સેન્ટર પર ઊભા કરાયેલા માતુશ્રી મંજુલાબેન લાલ લગ્નોત્સવ ધામમાં દશેરા તા.૫-૧૦-૨૦૨૨ ના બુધવારે ૧૦૮ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ લગ્નોત્સવની તમામ વ્યવસ્થાઓ અને તૈયારીઓને આખરી ઓપ આપવા માટે વ્યવસ્થાપકો  અને કાર્યકરોની મહત્વની બેઠક તા.૦૩-૧૦-૨૦૨૨ ના સોમવારે સાંજે ૫-૦૦ વાગ્યે લગ્ન સ્થળ (ઓશવાળ સેન્ટર) ખાતે આયોજિત કરવામાં આવી છે.

આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવરૂપી સમાજ સેવાના યજ્ઞમાં શ્રમદાનરૂપી આહુતિ આપવા માટે શહેરોના જુદા-જુદા વિસ્તારો અને સમાજના જે કાર્યકરોએ પોતાના નામ નોંધાવ્યા છે અને સ્વૈચ્છિક સેવા આપવા ઉત્સુક છે તે તમામને આ મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહેવા 

શ્રી એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે અનુરોધ કર્યો છે.