ઋષિ સુનક ભગવદ્ ગીતા પર હાથ મુકીને શપથ લેશે: ઋષિ સુનકે ભારતીય અને હિંદુ હોવાનો ગર્વ વ્યકત કર્યો: આગામી 28 ઓક્ટોબરે ઋષિ સુનક વડાપ્રધાન પદના શપથ લેશે

જામનગર મોર્નિંગ 


ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન બનીને ઈતિહાસ રચ્યો છે.તેઓ ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે જે બ્રિટનના વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે.એટલું જ નહીં, ઋષિ સુનક યુકેના પહેલા હિન્દુ પીએમ છે. આ સાથે જ તેઓ બ્રિટનના પ્રથમ બિન-શ્વેત વડાપ્રધાન પણ છે. વાસ્તવમાં, પેની મોર્ડેંટે બ્રિટિશ પીએમની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હોવાથી સુનક માટેનો રસ્તો સાફ થઈ ગયો હતો.

વડાપ્રધાન તરીકે પોતાનું નામ જાહેર થયા બાદ ઋષિ સુનકે સંબોધન કરતા કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન તરીકેના શપથ ભગવદ્ ગીતા પર હાથ રાખીને લેશે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ બ્રિટનના નાગરિક છે પરંતુ તેઓ ધર્મથી હિંદુ જ છે. તેઓને પોતાના ભારતીય મૂળના હોવા પર અને હિંદુ ધર્મ તથા ભારતીય સંસ્કૃતિ પર ગર્વ છે.


હિંદુ ધર્મ અને ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લેવાના સુનકના નિવેદનથી ટીકાઓ કરનારા ટીકાકારોને કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર પોતાને હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગર્વ હોવાનું કહીને સ્પષ્ટ જવાબ આપ્યો હતો.