જામનગર મોર્નિંગ - દિલ્હી


સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટ્સએપનું સર્વર  મંગળવારે બપોરના 12.45 આસપાસ ડાઉન થઈ ગયું હતું. જેના કારણે કોઈ પ્રકારના મેસેજ સેન્ડ થતા ન હતા.જેના કારણે લાખો યુઝર્સ અટવાયા હતા. ન માત્ર એપ્લિકેશન પણ વેબ વોટ્સએપ ઉપર પણ સર્વર ડાઉન થઈ જતા લાખોની સંખ્યામાં યુઝર્સના મેસેજ અટકી પડ્યા હતા.

જેના કારણે કોઈ મેસેજ આવતા ન હતા કે મેસેજ જતા ન હતા. ન માત્ર ભારત પણ અન્ય દેશમાં પણ વોટ્સએપ એપ્લિકેશનનું સર્વરડાઉન  થઈ જતા મોટી સંખ્યામાં યુઝર્સને હાલાકી વેઠવી પડી હતી. જોકે, ટ્વિટર પર આ અંગે અનેક પ્રકારના મિમ્સ વહેવાના શરૂ થઈ ગયા હતા. વોટ્સએપ એપ્લિકેશન પર કોઈ મેસેજ ન આવતા કે જતા લોકો અટવાયા હતા.


વોટ્સેએપની પેરેન્ટ કંપની મેટાએ જણાવ્યું હતું કે, ઘણા યુઝર્સને મેસેજ મોકલવામાં મુશ્કલીઓ પડી રહી છે. મેસેજ સેન્ડ થતા નથી અને રીસિવ થતા નથી. અમે આ વસ્તુઓ પર રીપેરિંગ શરૂ કરી દીધું છે. ટૂંક જ સમયમાં સર્વિસ શરૂ થઈ જશે.