જામનગર મોર્નિંગ - જામનગર 


૧૦૦ વિદ્યાર્થીઓની એક હોસ્ટેલની કેન્ટીનમાં દરરોજ દાળભાત ખાઈને કંટાળેલા ૮૦ વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગૃહપતિને ફરીયાદ કરી કે અમારે દરરોજ દાળભાત જ ખાવાનાકાંઈક નવું તો આપોઆ ૧૦૦ વિદ્યાર્થીમાંથી ૨૦ લોકો એવા હતા જેને દાળભાત બહુ જ ભાવતા હતા,એ લોકો એમ ઈચ્છતા હતા કે દાળભાત તો રોજ જોઈએ. જ્યારે બાકીના ૮૦ વિદ્યાર્થી અલગ શાકની માંગણી કરી રહ્યા હતા.

ગૃહપતિ એ વિચારીને નકકી કર્યુ કે આપણે વોટીંગ કરીએ.જે સબ્જીને સહુથી વધારે વોટ મળે તે આપણે બનાવડાવીશુ. ચુંટણી થઈ જેમને દાળભાત પસંદ હતાં એ ૨૦ લોકોએ દાળભાત માટે સાગમટે મત આપ્યો.બાકીના ૮૦ લોકોએ અંદરો અંદર કોઈ વાતચીત ના કરી અને પોતપોતાની પસંદટેસ્ટ અને વિવેક પ્રમાણે મત આપ્યો.

હવે આમાંથી ૧૪ વિદ્યાર્થીઓએ રીંગણને મત આપ્યો. ૧૬ વિદ્યાર્થીઓએ બટાકા-ડુંગળીને મત આપ્યો. ૧૮ લોકોએ કોબી-ફલાવરને પસંદ કરી મત આપ્યો. ૧૨ વિદ્યાર્થીઓએ સરગવાને મત આપ્યો. ૧૦ લોકોએ મીક્ષ સબ્જી પુરીને મત આપ્યો. ૧૦ લોકોએ વળી પોતાની રીતે અલગ અલગ સબ્જીને મત આપ્યો.

હવે વિચારો..શું થયું હશે..એ કેન્ટીનમાં આજે પણ એ ૮૦ લોકો દરરોજ  દાળભાત ખાઈ રહ્યા છે મતલબ કંઈ સમજમાં આવે છે..જયાં સુધી ૮૦ ટકા લોકો અંદરોઅંદર જાતપાતપંથપ્રદેશ અને વિચારધારાને લીધે બે ભાગમાં વહેંચાતા રહેશે ત્યાં સુધી ૨૦ ટકા લોકો આપણા ઉપર રાજ કરતા રહેશે.


આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ આપણા દેશની દુર્દશા માટે અમે પોતે જવાબદાર છીએ કારણ કે અમોએ અત્યાર સુધીની ચુંટણીઓમાં ઉમેદવારની યોગ્યતા અને ગુણ જોતા નથી પરંતુ આ અમારી જ્ઞાતીનો છે,આ અમારી પાર્ટીનો છે,અમારા વિસ્તારનો છે..વગેરેના આધારે ખોટા લાયકાત વિનાના,ફક્ત ભૌતિક સંપત્તિ ભેગી કરનારા,પદ-પ્રતિષ્ઠા મેળવવી એ જ જેમનો ઉદે્શ્ય છે તેવા ચુંટણી લડતા નેતાઓના પક્ષમાં અમારો નિર્ણય લઇને મત આપીએ છીએ તેથી દેશ અને રાજ્યની દુર્દશા માટે થોડાઘણા અંશે અમે પણ જવાબદાર છીએ.

વિનોદભાઇ માછી નિરંકારી